જળ પ્રદૂષણ વિશે પ્રાથમિક માહિતી ટૂંકમાં આપો.
પાણી જીવન માટે અતિઆવશ્યક છે, પાણી વિના જીવન શક્ય નથી. આપણે પાણીને શુદ્ધ માનીએ છીએ પણ આપણે તેની ગુણવત્તા પણ નક્કી કરવી પડે.
પાણીના પ્રદૂષણની શરૂઆત માનવીની પ્રવૃત્તિઓ દ્વારા થાય છે. આ પ્રદૂષણ ભૂપૃષ્ઠી જળ અને ભૌમજળ સુધી પહોંચે છે.
પ્રદૂષણના જ્ઞાતસ્રોત અથવા સ્થળોને બિંદુ સ્રોત કહેવામાં આવે છે. દા.ત., નગરપાલિકા અને ઔદ્યોગિક કચરાના નિકાલ માટેની નળીઓ.
પ્રદૂષણના સ્રોત સહેલાઈથી જાણી શકાતા નથી. તેઓને પ્રદૂષણના અબિંદુ સ્રોત કહે છે. દા.ત., કૃષિ કચરો, ઍસિડ વર્ષા, ઝડપી પાણી નિકાલ વ્યવસ્થા વગેરે.
નીચે આપેલ કોષ્ટકમાં મુખ્ય જળ પ્રદૂષકો તથા તેમના સ્રોત દર્શાવેલા છે.
પ્રદુષ્ક | સ્ત્રોત |
સૂક્ષ્મ જીવાણુઓ | ઘરેલુ ગંદા પાણીની નિકાલ વ્યવસ્થા |
કાર્બનિક કચરો | ધરેલુ સુએજથી, પ્રાણીઓની મળમૂત્રથી, પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષોના કોહવાટથી, ખાઘ પદાર્થોનું ઉત્પાદન કરતાં એકમો દ્વારા ઉત્પન્ન થતાં ક્યરાથી |
વાનસ્પતિના પોષક તત્વો | રસાયણિક ખાતરોમાંથી |
ઝેરી ભારે ધાતુઓ | રાસાયણિક કારખાનાઓ અને ઉદ્યોગો દ્વારા |
ભારે કચરો | કૃષિ ઉદ્યોગ અને ખનીજ ઉપયોગથી જમીનનું ધોવાણ થવાથી |
કિટનાશકો | જંતુઓ, ફૂગ તેમજ નીંદામણનો નાશ કરવા વપરાતા રસાયણોથી |
કિરણોત્સર્ગી પદાર્થો | યુરેનિયમ ધરાતા ખનિજના ઉત્પાદનમાંથી |
ઉષ્મિય | ઉદ્યોગોમાં શીતક તરીકે વપરાતા |
ક્ષોભ-આવરણીય પ્રદૂષણના પ્રદૂષકોના પ્રકારો જણાવો.
હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ?
શું તમે તમારા વિસ્તારમાં જળપ્રદૂષણ જોયું છે ? તેને નિયંત્રિત કરવા તમે શું સૂચવો છો ?
પારજાંબલી કિરણોની હાનિકારક અસરો લખો.
પર્યાવરણીય પ્રદૂષણના નિયંત્રણ માટે કેવાં પગલાં લેવાં જોઈએ ?